વાર્તાનું નામ :- ' ઉલ્કા '
" મમ્મી આજે નવા ચણીયા ચોળી પહેરાવ ને ." નાની બાળકી બોલી.
" હા બેટા આજે તને ખૂબ સુંદર તૈયાર કરીશ." નાની સુંદર છોકરીને એકદમ પરી જેવી તૈયાર કરી આપી.
તૈયાર કરી તેના મમ્મી કામ પતાવા રસોડામાં ચાલી ગયા.
" પપ્પા જોવો કેવી લાગું છું ? "
" હમમ " તેના પપ્પાએ જવાબ ન આપ્યો.
" બોલો ને "
" હા માથો ન ખા. રોજ શું નવરાત્રીમાં જવું હોય "
ત્યાં તેના મમ્મી આવ્યા. " છોકરી ઉપર ગુસ્સો શું કામ કરો
છો ? "" તું લઇ જ શું કામ જાશ ? રાતના બહાર જ રખડવું હોય તમને "
" અત્યારે શોખ પુરા નહિ કરે તો ક્યારે કરશે ? "
" બીજી લપ ન કર જવાનું બંધ કર બહાર ."
પેલી નાની છોકરી રડી પડી. તે લોકો પછી ગયા નહીં ને સુઈ ગયા..
છોકરી રાતે ખૂબ રડતી હતી. તેના પપ્પાએ તેને નવરાત્રિમાં જાવા ન આપી ..
આમ બે વાત સમજવા જેવી છે,
(૧) ગુસ્સો --- જે સારો ન કહેવાય કારણ કે ગુસ્સાવાળું વ્યક્તિ કોઈ દિવસ સારું બોલી ન શકે . તેને બોલવાની ભાન જ ન હોય ..(૨) વિચારો --- નાની છોકરી જે નથી વિચારી શકતી કે એના પપ્પા આવું શું કામ કરે છે?? તેના મનમાં પણ વિચારોતો ફરતા જ હોય .
સમયની સાથે બધું જ બદલાઈ જાય છે પરંતુ એક વાત નથી બદલતી એ છે આપણા મગજના વિચારો...નાની ઉંમરમાં જ્યારે બધા શોખ પૂર્ણ કરવા હોય ત્યાં જ્યારે પાબંધીની સાંકળ બંધાઇ જાય ત્યાં ખુશીનો માહોલ જોવા ઓછો મળે. નાનીથી મોટા થઇએ ત્યાં સુધી આપણા શોખ આવા વિચારોના કારણે મરતા જાય.જીવનમાં બનતા અનુભવો જ્યારે દુઃખદાયક બને ત્યારે જીવનના રંગ તો શું જીવન જીવવાની મજા પણ ચાલી જાય.
( વાત નાની છે પરંતુ સમજવા જેવી છે.)
- જુલી સોલંકી