Oops! This image does not follow our content guidelines. To continue publishing, please remove it or upload a different image.
taehyung એ મારી સામે જોયું. એની આંખો માં જાણે કોઈ પ્રાચીન, વર્ષોથી ઘૂમતી ફરતી હોય એવી કોઈ ઉદાસી હતી. ત્યારે શું ખબર કેમ પણ હું તેને થોડી વધારે સારી રીતે જોઈ શકું છું એવો મને આભાસ થયો.
આ એ taehyung છે કે જેણે નાનપણ થી કોઈની સાથે, પોતાના પરિવાર સાથે પણ નજદિકી નો અહેસાસ નથી કર્યો, જેની નજર હજી પોતાના દરવાજા ઉપર ટીકી છે.
બસ કોઈ આવશે અને મારી એકલતા ને દૂર કરશે.
કોઈ વાર તેનો રમતિયાળ અને ચીડિયો સ્વભાવ તેની અસલિયતથી તમને કોશો દૂર જવા દે. જાણે તે પોતે જ કોઈને પોતાની જાતને બતાવવા નથી માગતો.
ખબર નહિ મને આવા વિચાર અચાનક શા માટે આવી રહ્યા હતાં પણ અંદર થી મને ક્યાંક એમ લાગતું હતું કે એ સાચું છે.
ફરક માત્ર એ હતો કે કોઈ દરવાજા સામે નહિ તે y/n સામે જોઈ રહ્યો હતો. એની આખો માં નિરાશા સાથે લાગણી ની ચમક હતી. કદાચ ડર પણ.
જાણે એ જે વ્યક્તિ ની રાહ જોઈ રહ્યો હતો એ હવે આવી ગઈ હતી.
મે એક ઊંડો શ્વાસ છોડ્યો.
"taehyung, તને નથી લાગતું આપણે કોઈ વાર સ્ટાર ગેઝિંગ માટે જવું જોઈએ?" ડૂબતા સૂરજ ને જોઈને મે પૂછ્યું.
"પણ એ તો હું અત્યારે પણ કરું જ છું."
એના શબ્દો નો અર્થ ન સમજતા મે આંખો ઉંચી કરી તેને સામે નજર કરી.
"અત્યારે?"
તેણે મને જવાબમાં માત્ર રમતિયાળ સ્મિત આપ્યું.
ઓહ!
મે તેની સામેથી નજર હટાવી અને એક શરમાળ સ્મિત રોકવાનો પ્રયત્ન કર્યો, કે જે આખરે તો મારા હોઠ પર આવી ગયું.
"ક્યારેક જ્યારે તમે કોઈ કોમ્પલીમેન્ટ સાંભળો અને તમારો ચહેરો એકદમ મલકાય જાય...એ જોવાનું હું થોડું વધારે જ પસંદ કરું છું."
મે એને ખભા પર માર્યું.
"હા ભઈ, તમારી જે સુગર કોટેડ જીભ છે ને એના પર થોડી રોક લગાવો."
"મે તમારું નામ આજે ઘણી વાર લીધું હતું. કદાચ એનો જ અસર હશે." એ ફરી હસીને બોલ્યો.
"કઈ પણ." મેં આંખો ફેરવી.
"સાચે. તમે મારા સપનાં માં આવ્યા હતા."
"ઓહ તારા સપના માં વળી હું શું કરતી હતી?"
એણે એક પળ મારી આંખો માં જોયું. એની નજર માં કંઇક તો એવું હતું કે જેનાથી મને એવું લાગ્યું કે જાણે દુનિયાભર માં માત્ર અમે બન્ને જ છીએ.
"હું તમારા આલિંગનમાં હતો અને તમે મારી પીઠ પસવારતા હતા."
તેના શબ્દો સાંભળીને મારો શ્વાસ થંભી ગયો.
"ઓહ." મે આંખો મીંચી, લાગણીઓનો વહેતો પ્રવાહ અને તેમને શાંત કરવાનો મારો નાકામયાબ પ્રયાસ.
"તને શું લાગે છે? સપના અને હકીકત એ બને ક્યારેય જોડાય શકે? શું એ બને વચ્ચે કોઈ અંતર હોય?" મેં થોડી વાત ફેરવતા પૂછ્યું.
કદાચ એ એલન પો ની 'ડ્રીમ વિધિન એ ડ્રીમ' નામની કવિતા વાંચવાનો અસર હતો કે કદાચ મારી તેની વાતો વધારે સાંભળવાની ઇચ્છા હતી.
"હા. હશે જ. કદાચ જેટલું તમારા હાથ અને મારી વચ્ચે છે એટલું."
જાણે કોઈ પણ બીજા વિચાર વિના, મે તરત સામે પૂછ્યું, "અને જો હું તે ભરી દઉં તો?"
તેના ચહેરા પર એક સૌમ્ય સ્મિત હતું.
"હકીકત જ સપનું બની જશે."
Oops! This image does not follow our content guidelines. To continue publishing, please remove it or upload a different image.