' પૉપ ! વોટ અ પ્લેસન્ટ સરપરાઈઝ ! તમારા બર્થ ડે ના દિને જ મારા મેરેજ ફિક્સ થયા છે ! તમારે આંટી ને લઈ અમારા મેરેજમાં હાજરી આપી તેની રોનક વધારવાની છે . એટલું જ નહીં મારા ડેડી વતી સારા રીતિ રિવાજ તેમજ રસમ અદા કરવાના છે . તેનો મતલબ એ નથી કે તમારે તમારા ગજવા ખાલી કરવાના છે .મારી મધરે બધી જ તૈયારી કરી લીધી છે . તમારે બસ એક પિતાની ભૂમિકા નિભાવી મને હરખભેર વિદાય કરવાની છે ! '
' યસ બોસ ! ' એક ક્ષણ માટે માનવને કહી દેવાનું મન થાય છે ! પણ એક દીકરીને આવી રીતે ખાલી હાથ કઈ રીતે વિદાય કરાય ? ' તેના આંતર મનમાં સવાલ જાગે છે . અનોખીની અરજ સુણી તેની આંખોના ખુણા ભીના થઈ આવે છે . તેના લગ્નનું સ્વપ્ન સાકાર થવાની તૈયારીમાં હતું . માનવ આજ દિવસની કાગડોળે રાહ જોતો આવ્યો હતો . પણ તેના હાથ ખાલી હતા ! આ વાતે તેની આંખોમાં લાચારીના ભાવ સ્ફુટ થાય છે . અનોખીનો મંગેતર મૌલિક તેની પરેશાની કળી જાય છે . તે માનવની નિકટ સરી તેના ખભા પર હાથ મૂકી અત્યંત ભાવુક અદામાં અપીલ કરે છે :
' અંકલ ! આઇ નો . તમારી તબિયત સારી રહેતી નથી . પણ અનોખી તમારી દીકરી છે . તમારી અંદર સદાય તેણે સદૈવ પોતાના ડેડીને નિહાળ્યા છે . તેની લાગણી ખાતર પણ તમારે આ મેરેજમાં હાજરી આપવી જ પડશે ! હું તમારા માટે ખાસ અલગ કારનો બંદોબસ્ત કરીશ ! અને હા તમારી ચિનુર
ચીનુને જરૂર સાથે લાવજો ! '
મૌલિકની વાત સાંભળી માનવ ગર્વની લાગણી અનુભવે છે . તે પોતાની આદત પ્રમાણે અનોખીના માથે હાથ પ્રસારી કહે છે :
' માય ગર્લ ! હું નિઃશંક તારા મેરેજમાં હાજરી આપીશ . મારો શ્વાસ તારા લગ્ન જોવા માટે તો ચાલી રહ્યો છે . હું કોઈ પણ ભોગે તારા મેરેજમાં આવીશ ! ચીનુને પણ જરૂર સાથે લાવીશ ! '
' થેન્ક્સ પૉપ ! ' તેના મોઢે આ સંબોધન સુણી માનવને કંઇક યાદ આવી જાય છે !
અનોખીનું આ સંબોધન માનવને સુખ સાગરમાં ડુબાડી દે છે ! ' પૉપ શબ્દ મૌલિકની આંખોમાં ખુશીના આંસૂ આણે છે . તે જોઈ અનોખી પણ ભાવ વિભોર બની જાય છે . તે પોતાના હાથ રૂમાલ વડે પોતાના મંગેતરના આંસુ લૂછે છે . અને આંખો આંખોમાં જ મૌલિકને સંકેત આપે છે . તેના અનુસંધાનમાં મૌલિક માનવ ભણી પ્રયાણ કરે છે .
YOU ARE READING
અનોખી મુસ્કાન - ટૂંકી વાર્તા - રંજન કુમાર /રમેશ દેસાઈ
General Fictionએક દીકરી મુસ્કાન ના મૃત્યુ બાદ માનવ ને તેનું યથોચિત રીપ્લેસમેન્ટ પ્રાપ્ત થાય છે જે લાગણીની દોટમાં ખુદની દીકરી ને પણ વટાવી જાય ત્યારે?