સાન ઠેકાણે આવી - રંજન કુમાર /રમેશ દેસાઈ

1 0 0
                                    

દિવાળી ના દહાડે ઘરમાં ટીપું પાણી બચ્યું નહોતું.

હું બાજુની ખોલીમાં રહેતા સુધા બહેન પાસે એક ઘડો પાણી માંગવા ગઈ હતી. ત્યારે તેમણે ફટ દઈને સોગિયું ડાચું કરી સંભળાવી દીધું હતું.

" શું સારા દિને આમ ભીખ માંગવા નીકળી પડ્યા છો.! "

તેમના શબ્દ બાણ મારા કાળજામાં ભોંકાઈ ગયા.  મારી આંખોના ખૂણા પલળી ગયા.

પાણી વગર કેમ ચાલે?

પાણી ની સમસ્યા ખડી થતાં મારી આંખો સામે એક ચહેરો ઉપસી આવે છે.

રમા બહેનના સસરા મનુ ભાઈ વારંવાર એક કડી લલકારતા હતા!

" એક સરખા દિવસો કોઈના જાતા નથી. "

તેમના પરિવારને વિતાડવામાં મેં કોઈ મણા રહેવા દીધી નહોતી.  પાપા કર્યાની અનુભૂતિ મારા દિમાગને ફોલી રહી છે. અતીતના સંસ્મરણો મને પરેશાન કરી રહ્યાં છે.

મારા જન્મ ટાણે મારી મા તેમ જ દાદીમા એ ખુબ જ બબડાટ કર્યો હતો.

" ત્રણ તો પાકી હતી. તું ના આવી હોત તો ચાલત! "

એક વિદ્વાન જ્યોતિષે મારા અંગે આગાહી કરી હતી.

" આ છોકરી કોઈને જંપી ને બેસવા નહીં દે. તેના હાથમા કરોડો રૂપિયા હશે તો પણ અન્યનો એક રૂપિયો જોઈને બળી મરશે. "

દૂરના નાતે એક ફઈ બા હતા. તેમણે મારૂં નામ ચંદન પાડ્યું હતું. પણ તેમાં કોઈ સુગંધ કે સુવાસ નહોતી. મેં કોઈને કદી કાંઈ જ આપ્યું નહોતું. જેમ તેમ પાંગરી ને મોટા થયેલા જીર્ણ વૃક્ષ જેવી હતી. મારા જીવન વૃક્ષ પર ઈર્ષ્યા, અદેખાઈ તેમ જ અન્ય દુર્ગુણોની ડાળ ઊગી નીકળી હતી.

જ્યોતિષ ની આગાહી મારા કિસ્સામાં સોળે આની સાચી ઠરી હતી.

શા માટે હું અન્યનું સુખ જોઈ છળી ઊઠતી હતી.? પરપીડન વૃત્તિનો આનંદ માણતી હતી. આજ દિન લગી મેં મારા આવા સ્વભાવ વિશે કોઈ વિચાર કર્યો નહોતો.

You've reached the end of published parts.

⏰ Last updated: Dec 04, 2023 ⏰

Add this story to your Library to get notified about new parts!

Default Title - Write Your OwnWhere stories live. Discover now