પ્રથમ મેળ

28 2 0
                                    

દરવાજા પર ટકોરા થયા પરંતુ અંદરથી કોઈ જવાબ નોહતો આવતો.એક વાર બે વાર આમ સાત વખત ટકોરા થયા ને સાતમે ટકોરે જુના સમયના દરવાજા જેવો ચિચ્યારી કરતો અવાજ આવ્યો અને પ્રકાશ પુરા રૂમ પર પડ્યો.
દરવાજો ખુલ્યો પરંતુ સામે કોઈ નોહ્તું ઉભું . આવેલ બંને વ્યક્તિ એકબીજાની સામે આશ્ચર્ય પૂર્વક જોઈ રહ્યા.બંને લોકો અંદર પ્રવેશ કરે છે અને સામાન્ય વ્યક્તિના સ્વભાવની જેમ સૌથી પહેલું કામ " scanning " કામ ચાલુ થઈ ગયું. માત્ર પાંચ વ્યક્તિ રહી શકે તેટલો રૂમ,પરન્તુ બારીઆડે પડદા હોવાથી આખો રૂમ સરખી રીતે તપાસી શકાતો નથી . એક તરફથી નાની લાલ કલરની લાઈટ થઈ અને બંધ થઈ અને દરવાજો પોતાની જાતેજ બંધ થઇ ગયો . ટક કરતો ને કોઈના મોઢામાંથી અવાજ આવ્યો અને ચારે બાજુના બલબો પ્રકાશિત થઈ ઉઠયા .આછા વાદળી કલરના ફિનિશિંગ સાથે બ્લબોનો પ્રકાશ પુરે પૂરો પરાવર્તિત થાય છે અને આખા રૂમને પ્રકાશિત કરી ઉઠે છે, થોડો સમય આવેલા લોકોની આંખો પ્રકૃતિ મુજબ થોડો સમય ઝંખવાઈ જાય છે અને તે લોકો મુળ સ્થિતિમાં પાંછા ફરે છે . આલીશાન સુવિધાઓ સાથેના આ રૂમને લોકો નિહાળી રહ્યા , માનમોહીલે તેવા તાજા કપાયેલા ફૂલોનો ગુલદસ્તો , મખમલની લાલાસ પડતા કલરની કાર્પેટ , હાથો દ્વારા કંડારાયેલું બધુજ લાકડાનું ફર્નિચર , રૂમની મધ્યમાં નાના કાચ મઢેલાં ઝૂમર રૂમમાં મેઘધનુષ રચે છે , દરરેક બાજુએ પર્સનલ ફોન મુકેલ છે , તેમાં તેમની નજર સામે બેઠેલ વ્યક્તિ પર જાય છે , મુખ પર હાસ્ય છે , હસ્તાની સાથેજ અંદરના બધાજ દાંતની એકસમ હારમાળા દેખાય છે , લાંબા કાળા અને સમય ની સાથે થયેલ થોડા સફેદ વાળ છે , મોઢા પર થોડા મહદ અંશે દાઢી ઊગેલ છે , લાલાસ પડતા હોઠ પર મારક સ્મિત અને તેની પર ઝઝૂમતા મૂછના નવા દોરા હાલે છે , પલંગ પર બેઠેલા વ્યક્તિ એ માત્ર વેસ્ટ અને બોક્સર પહેરીને બેઠો છે , હાથમાં નવોજ પ્રદર્શિત થયેલો રોબિન ફોન હતો , કસરત દ્વારા કસાયેલું શરીર દેખાઈ આવતું હતું .
" ગુડ આફ્ટરનૂન મિ. દિવેટિયા જીગર અને મિ. ઋષભ મહેતા " તે બોલ્યો .
સામે ઉભેલા બંને વ્યક્તિ એક બીજાની સામે જોઈ રહ્યા .

You've reached the end of published parts.

⏰ Last updated: Jan 22, 2017 ⏰

Add this story to your Library to get notified about new parts!

7 HeavensWhere stories live. Discover now