દિયાનું વચન

20 0 0
                                    

તે ઉનાળાની ગરમી પરની જીતની વધામણી સમો મોસમનો પહેલો વરસાદ હતો

Oops! This image does not follow our content guidelines. To continue publishing, please remove it or upload a different image.

..તે ઉનાળાની ગરમી પરની જીતની વધામણી સમો મોસમનો પહેલો વરસાદ હતો. નાનકડી દિયા તેની આતુર કથ્થાઈ આંખોથી બારીના કાચમાંથી બહાર જોઈ રહી હતી. તે દૂર એક મકાનની અગાસી પર દેખાતા કળા કરી નાચતા મોરને મંત્રમુગ્ધ બની જોઈ રહી હતી. તેણે બહાર કાફેની છત નીચે વરસાદ બંધ થાય તો પોત-પોતાના ગંતવ્યો પર જવાની રાહ જોઈ ઉભેલું એક ટોળું જોયું..દિયા એક સંવેદનશીલ બાળકી હતી અને તેની આઠ વર્ષની ઉમર કરતા વધુ પરિપક્વ હતી.

ત્યાં કાફે ના છપરા નીચે દિયા ને બે પ્રકાર ના માણસો ઉભેલા જોવાં મળ્યા, એકતો તેમાંના કેટલાંક દિયા ની જેમ જ ચુપચાપ-શાંતિથી ઉભા-ઉભા વરસાદનો આનંદ લઇ રહ્યા હતા અને બીજા કેટલાંક મિલનસાર લોકો, એક-બીજાથી અજાણ્યા હોવા છતાં એક-મેક સાથે વાતો કરતાં, હસતાં-મલકાતાં, એકબીજાના નંબરો શેર કરતાં દેખાતાં હતા. જાણે, તેમાંના કોઈને નવા મિત્રો મળ્યા હોય અથવા કદાચ તો તેમાંના કોઈક તો બીજાંનો કોઈ ફાયદો કરાવવામાં મદદ કરી શકે તેવા હોય..! એમાં એ બીજાં પ્રકારની સંભાવના વધુ લગતી હતી..

આટલાં વર્ષોના થોડા અનુભવોને લીધે, તે સમજતી કે કોઈ પણ વ્યક્તિ અન્યો સાથે અકારણ જ સંકળાતું નથી. તેના પિતાની જેમ જ. તેના પિતા કે જેણે દિયાને જવલ્લે જ મોઢું દેખાડ્યું હતું, જવલ્લે જ દીકરી સામે જોયું હતું... એ દીકરી કે જે હંમેશા એમની આંખોમાં પોતાના પ્રત્યેનો પ્રેમ શોધતી.

ગયા સપ્તાહમાં તેણીએ તેના માતાપિતા વચ્ચેની વાતચીત સાંભળી હતી.

" અસ્લમ, હું ફરીથી માં બનવાની છું."

"અલહમદુલીલ્લાહ તે અદ્ભુત સમાચાર છે, ખુશામદીદ અસીમા...! પણ ખાતરી કરજે કે આ વખતે તે છોકરો જ હોય, નહીં તો આપણે તેને છોડી દેશું. "

દિયાનું વચનWhere stories live. Discover now