પ્યાર Impossible - ભાગ ૧

39 0 0
                                    

એક હળવી વરસાદી સાંજનો મંદ મંદ લહેરાતો પવન અને તેનાથી પ્રસારિત થયેલી માટીની આહલાદક સુગંધયુક્ત લહેરાતો પવન વાતાવરણને માદક બનાવી રહ્યો હતો.
સમી સાંજનો ઢળતો સુરજ અને હળવા વરસાદની ભીની માટીની ફોરમ વાતાવરણને વધુ સુંદર બનાવતી હતી. ક્યાંક દૂરથી મંદિરનો ઘંટારવ અને આરતી સંભળાતી હતી. શામોલી બાલ્કનીમાં હીંચકા પર બેસી વરસાદી સાંજનું સૌદર્ય માણી રહી હતી. આજુબાજુના ઘરોમાંથી રેડીયો કે ટીવીમાં ગીત સંભળાતું હતું.

ये मौसम की बारिश
ये बारिश का पानी
ये पानी की बूँदें
तुझे ही तो ढूँढें
ये मिलने की ख्वाहिश
ये ख्वाहिश पुरानी
हो पूरी तुझी से मेरी ये कहानी

      ભોળી અને અલ્લડ સ્વભાવની શામોલીની કહાની પણ એના પ્રિન્સ ચાર્મિગ પર આવીને પૂરી થાય એમ ઈચ્છતી હતી. દરેક યુવતીઓના મનમાં તેનાં સ્વપ્નોનો રાજકુમાર વસતો હોય છે. પણ શામોલીને તેનો રાજકુમાર મળ્યો નહોતો. પ્રિન્સ એની પ્રિન્સેસને ઘોડા પર લેવા આવે તેમ મને પણ આવી રીતે એની સાથે લઈ જાય એવી રંગીન કલ્પનાઓમાં સરી પડતી શામોલી. શામોલીને એના Mr. right નો ઈંતજાર હતો. શામોલી એનો dream boy કેવો હશે? અત્યારે શું કરતો હશે? મને ક્યારે મળશે? એવા વિચારો કર્યા કરતી. ક્યાંક ને ક્યાંક તો હશે ને!

મહેંકી રહી છે સાંજ મારી,
ખુશ્બૂ કોઈ અનેરી લાગે છે..
દુર હો ભલે તું છતાં પણ..
લાગણીથી મારી આસપાસ લાગે..

     થોડીવાર રહીને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. ધોધમાર વરસતા તોફાની વરસાદને જોઈને શામોલી પ્રકૃતિના તત્ત્વોમાં પણ પ્રેમની કલ્પના કરતી.

ધરાએ પૂછ્યું વરસાદને "આટલા તોફાની મિજાજમાં કેમ છે તું?"
વરસાદે ખૂબ સુંદર જવાબ આપ્યો " આ વિરહ અને નારાજગીનો ઉકળાટ છે...જે હવે પ્રેમ બનીને વરસે છે."

શામોલી જમીને ઊંઘી જાય છે. શામોલી મીઠી નિંદરમાં મીઠા સપના જોતી હોય છે એટલામાં જ મીરાંબહેન આવે છે અને ધાબળો ખેંચતા કહે છે "શામોલી બહુ ઊંઘી લીધુ હવે ઉઠી જા."

" મમ્મી સૂવા દો. મારે હજી ઊંઘવુ છે." એમ કહી ધાબળો ખેંચી લઈ ફરી સૂઈ જાય છે.

મીરાંબહેન:- શામોલી ઉઠી જા. હમણાં સ્વરા આવતી જ હશે. ચા નાસ્તો તૈયાર જ છે.

શામોલી:- સ્વરા શું કામ આવવાની અને એ પણ આટલી વહેલી સવારે? હજી તો સાત જ વાગ્યા છે.

મીરાંબહેન:- શામોલી ઘડીયાળમાં જો. નવ વાગી ગયા છે.

"ઑહ નવ વાગી ગયા. મમ્મી તે મને વહેલી કેમ ન ઉઠાડી? આજે ખબર નહિ કેમ મારાથી મોડું ઉઠાયું." એમ કહી પથારીમાં સફાળી બેઠી થઈ ગઈ. ઉતાવળે બ્રશ કરી નાહીને ચા નાસ્તો કરી લીધો. સ્વરા આવી અને બંન્ને બહેનપણી સ્કૂલે જવા નીકળ્યા.

ક્રમશ:

You've reached the end of published parts.

⏰ Last updated: Aug 14, 2020 ⏰

Add this story to your Library to get notified about new parts!

પ્યાર Impossible - ભાગ ૧Where stories live. Discover now