#ઝાકળ ની ઝંખના
દ્રશ્ય એવું છે કે..,
કલ્પના ની કાંખે બેઠો હું વાટ જોઉં છું તારી..,
ઓય..,સ્હેજ અમથું ડોકિયું કરી કરી જાને પારીજાત મારી..!
વિસરાયેલા વાગોળું છું આપણા સ્મરણો ને વિચાર જશે રાત હવે કેટલી ભારી..!
એજ વિચારી જોયા કરું છું ઘરની તારી આગરીયો દીધેલી બારી..।
You know..!?!
મુઠ્ઠી બંધ કરી છુટી છે હૈયે ઓલા ડૂમાંનેડૂશકા ની કંપારી..,
રડતા રડતાય હસી ખીલું છું મને લાગે આ યાદોય બધી છે તારી..!
હા તને ખબર નહીં હોય પણ..,
આંખો બંધ કરતા જ નજરે ચડે છે એ આપણે સાથે વિતાવેલા પળો ની અલમારી..,
ખંજન ગુલાબી જોઉં છું તારા ગાલે ને તારી આંખોની ધારદાર એ કટારી..!
સર્યો છું હું સરી પડતા જ તારા પાલવ ના છેડે સાચવી રાખેલી તે ગાંઠમારી..,
પણ હા હવે હું સાચવું છું મારી ડાયરીમાં લખી લખીને એ કોઈ નાજુક કળી માંથી ખિલેલા ફૂલની જેમ પાંગરેલા આપણા પ્રણય ની વાત સારી
કલ્પના ની કાંખે બેઠો હું વાટ જોઉં છું તારી..,
ઓય..,સ્હેજ અમથું ડ