બ્લેકસીડ્સમાં એડમિશન મળવું એ માત્ર શિક્ષણ ને લગતો પ્રશ્ન નથી, એ તો ગૌરવનું પ્રતિક છે.
શહેરની સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ કોલેજમાં સીટ મેળવવા માટે કરણ કંઈ પણ કરવા તૈયાર છે. કામરાન તેનું અનુસરણ કરે છે, કોઈ પ્રશ્ન પૂછ્યા વગર. કબીર, મિત્રતા અને અંતરાત્મા વચ્ચે ફસાઈ ગયો છે. તેમના નિશાને કોણ? હૈદર હાફિઝ, છેલ્લો વિદ્યાર્થી જેને એડમિશન મળ્યું છે. જો તે પીછેહઠ કર ે તો કરણને સીટ મળી જાય.
જે વાત માત્ર મનોબળ તોડવાથી શરૂ થઈ હતી તે છેતરપિંડી, દગો અને છેવટે અપહરણ જેટલી હદ સુધી પહોંચી જાય છે. હવે કબીરે નક્કી કરવું પડશે: શું તે એક અજાણ્યા નિર્દોષનું ભવિષ્ય બચાવશે કે પોતાની બાળપણની મિત્રતાને વફાદાર રહેશે?
આ વાર્તા મા, બ્લેકસીડ્સની એડમિશનની છાયા હેઠળ - મિત્રતા તૂટી જશે અને નૈતિકતા કસોટી પર ચઢશે.