mari najare krishn

2 0 0
                                    

કૃષ્ણ.... નામ સાંભળી ને જ પ્રેમ અને સંતોષ ની અનુભૂતિ થાય ... એવા ભગવાન જે મનુષ્ય સ્વરૂપ માં રહેલા એમને આજે મારી નજરે જોઈએ....

કૃષ્ણ એટલે પૂર્ણ પુરોસ્ત્તમ પરમેશ્વર... એતો બધા જ જાણે છે... પુરુષો માં ઉત્તમ... સાચેજ એ પુરુષો માં ઉત્તમ હતા... કૃષ્ણ જેવા ગુણો મારા જીવન માં મે બીજા કોઈ પુરુષ માં નથી જોયા....

જન્મ આપનારી માતા કરતા પાલન કરનારી માતા ના નંદન... તરીકે ઓળખાય.... જે માતા વિશે કશી ખબર ના હતી... છતાં એ જન્મ આપનારી માતા અને પિતા ને છોડવવા પોહચી જાય છે.... પોતાનું આખું અસ્તિત્વ ગોકુળ - વૃંદાવન માં છોડી ને...

એક એવી છોકરી ને પ્રેમ કર્યો જે ખબર હતી કે ક્યારેય એની જીવન સંગિની નહિ બની શકે... કોઈ આશા વગર કોઈ ને ચાહવું સહેલું તો નજ રહ્યું હશે રાધા અને કૃષ્ણ માટે પણ..... સમાજ તો ત્યારે પણ એજ હતો.... આજે જે પ્રેમ ને આખી દુનિયા પૂજે છે... એજ પ્રેમ ને ત્યારે લોકો એ અપમાનિત કર્યો હશે... છતાં પોતાના પવિત્ર પ્રેમ જે શરીર નહિ આત્મા થી આત્મા ને જોડતો હતો એ બંને એ સ્વીકાર્યો....

રુક્મિણી એ માત્ર એક પત્ર લખેલો કે પોતે કૃષ્ણ ને ચાહે છે.. અને એમને પોતાના પતિ માને છે.... એક પણ પ્રશ્ન કર્યા વગર એના પ્રેમ ને પ્રેમ થી સ્વીકારી એને ભગાડી જનાર મારો કૃષ્ણ જ તો હતો.....

સત્યભામા, જાંબવંતી  જેવી ૧૬૧૦૧ રાણી ઓ રાખનાર મારા કૃષ્ણ ને લોકો ભોગી સમજતા.. પણ હતો એ યોગી... સાંસારિક યોગી... જે સંન્યાસ લે છે અતો બધું છોડી ને જતાં રહે છે... જેથી સાંસારિક મોહ માયા માં ના ફસાય... પરંતુ કૃષ્ણ તો પેહલો એવા યોગી હતા જે સંસાર માં રહી ને દરેક મોહ માયા થી પર હતા .... જેણે દુનિયા ને એ શીખવ્યું કે હમેશા લડવું જરૂરી નથી હોતું... કોઈક વાર મોટી પરેશાની થી બચવા માટે નાની લડાઈ માં હાર સ્વીકારી લેવી જોઈએ... તેથી જ તો રણછોડ ના નામે ઓળખાયા......

નમી જવાથી કેટલા સંબંધ તૂટતાં બચી શકે છે એ પણ મને મારા કૃષ્ણ એ જ શીખવ્યું..... ધર્મ ...... ધર્મ નું મોટા માં મોટો બોધ જે મે સમજ્યો કે ધર્મ જડ નથી..... અધર્મ ને રોકવા ધર્મ નો સાથ છોડી અધર્મ કરી શકાય..... અધર્મ થતાં ચૂપચાપ જોઈ લેવા જેવું બીજું કોઈ પાપ નથી..... એટલે જ તો દ્રોપદી ના અપમાન જેણે જેણે જોયા એ તમામ પાપ ના ભાગીદાર બન્યા હતા....

એક મિત્ર તરીકે તો કૃષ્ણ ની શું વાત કરું..... દ્રોપદી ને ડગલે ને પગલે સાથ આપનાર એ મિત્ર જ તો હતો..... સુદામા ને વગર માગ્યે રાજ પાઠ આપી દેનારો પણ મારો કનો જ હતો.....

જે પ્રેમ ને માત્ર સમજતો જ નહિ.... પ્રેમ ને જીવતો હતો.... જેના જીવન કાળ માં એના ચહેરા પર હમેશા મંદ મંદ મુસ્કાન રેહતી... જેની બુદ્ધિ ની કોઈ સીમા નહતી... છતાં કહેવતો નાદાન અને નટખટ.... જે હમેશા દરેક ને આપી દેતો એ કહેવતો માખણ ચોર...

ગાંધારી એ આપેલો શ્રાપ પણ તો હસ્તે મોઢે સ્વીકાર્યો હતો મારા કૃષ્ણ એ....  એક માતા ના હદય ને શાંત કરવાનું હતું.....

શું કહું એ મુરલી મનોહર વિશે.... જે એને જે રૂપ માં જોઈ એ એને એક રૂપ માં મળે  .....

ભક્ત મીરા ને કેમનું ભુલાઈ??? સમજતી પણ નહતી ત્યાર થી કાન્હા ને પતિ માનતી હતી... એની પણ કેટલી પરિક્ષા લીધી હતી ગોવિંદ એ ... પરંતુ જેના શ્વાસ જ કાન્હા ના નામ થી ચાલતા હોય... એ મીરા ને તો ગોવિંદ એ સ્વીકારવી જ રહી....

કયા રૂપ માં માંગુ તને ..... કાન્હા... તારું બાળ સ્વરૂપ જોઉં છું તો પોતાને તારી માં માની લઉં છું .... રાધા જોડે તને જોતા એક પ્રેમિકા બની જાઉં છું...... ગોપીઓ સાથે રાસ કરતા જોઈ તારી ગોપિકા બનવાની ઈચ્છા થઈ આવે છે.... રુક્મિણી ની વાતો સાંભળી તારી પત્ની પણ બનવાનું મન થઇ જાય છે .. સુભદ્રા ને જે તે મદદ કરી અર્જુન સાથે લગ્ન કરાવવા માં એ જાણી ને તારી બહેન બનવાની પણ ઈચ્છા જાગે છે.... દ્રોપદી અને તારા વચ્ચે ની મિત્રતા જોઈ તરી મિત્ર બની જાઉં છું... દ્વારકા નગરી ની વાતો સાંભળી તને રાજા ના રૂપ માં જોઈ ને તારી પ્રજા માં હું હોવ એવી ઈચ્છા પણ થઈ જાય છે.... નરસિંહ મેહતા ને જોઈ તારા ભક્ત બનવા નું મન થઇ જાય છે..

નક્કી જ ના કરી શકાય કે તું મારા માટે શું છે??? અને એમ જોઈએ તો બધું જ તું છે...... બધા માં તું છે કે તારા માં હું છું..... કેટલાય જન્મો લીધા હશે અને હજુ કેટલાય લેવા પડશે.... તને પામવા....કાન્હા...🙏

આખરે એટલું જરૂર કહીશ જે મારી પાસે છે એ બધું તારું આપેલું છે....  જે મારું થશે એ પણ તું જ આપશે.... મારું અહી કઈ નથી .... તો મોહ કેવો??? તારું આપેલું બધું તારા ચરણો મા અર્પણ🙏

તારું અને મારું સરનામું મળે એમ નથી.... છતાં કોઈ શોધે મારા માં અને તું ના મળે સાવ એવું પણ નથી♥️

ઓમ શ્રી કૃષ્ણાય નમઃ

Bạn đã đọc hết các phần đã được đăng tải.

⏰ Cập nhật Lần cuối: Feb 03, 2021 ⏰

Thêm truyện này vào Thư viện của bạn để nhận thông báo chương mới!

Mari Najare krushnNơi câu chuyện tồn tại. Hãy khám phá bây giờ