પ્રેમ રોગ 1

1 1 0
                                    

કહેવાય છે કે દુનિયામાં બધા રોગનું નિવારણ છે પણ આ પ્રેમ રોગનું કોઈ નિવારણ નથી. આની માત્ર એક જ દવા છે અને તે છે તેનો પ્રેમી કે પ્રેમિકા. પ્રેમ એટલે કે કોઈ જબરદસ્તી વિના બે દિલોનું બંધન. એકબીજાથી તદ્દન અલગ  પણ એકબીજાના દિલથી જોડાયેલ. આવી જ એક કહાની છે અનુરાગ,મૈત્રી અને દીપની. દીપ અને અનુરાગ બંને ભાઈઓ હોય છે. અનુરાગ જે શાંત અને નિખાલસ હોય છે ત્યાં જ દીપ જે હૉટ અને હૅન્ડસમ હોય છે. કૉલેજની બધી જ છોકરીઓ તેની દીવાની હોય છે. બંને ભાઈઓની વચ્ચે મૈત્રી નામની છોકરી આવે છે. બંને ભાઈઓનું દિલ મૈત્રી પર આવી જાય છે હવે જોવાનું એ છે કે મૈત્રીનું દિલ કોના પર આવે છે....

મહુવા થી અમદાવાદ કોલેજ ટ્રાન્સફર કર્યા બાદ આજે મૈત્રી નો પહેલો દિવસ હતો. મૈત્રી કોલેજના બીજા વર્ષને વિદ્યાર્થીની છે. તેના માટે અમદાવાદની કોલેજ તદ્દન અલગ છે. તે સવારે જલ્દીથી તૈયાર થઈને નાસ્તો કરીને કોલેજ જવા માટે નીકળે છે. કોલેજ નો પહેલો દિવસ હોવાથી તે કાળા રંગનો ડ્રેસ, કપાળમાં બિંદી, ખંભા પર દુપટ્ટો, સરસ મજાની હેર સ્ટાઈલ અને હાથમાં બે બુક લઈને જાય છે. આજે પહેલો દિવસ હોવાથી મૈત્રીના પપ્પા તેને કોલેજ મૂકી જાય છે. મૈત્રી કોલેજ પહોંચતા તેનો ક્લાસ શોધતી હોય છે ત્યાં તેને કોલેજ કેમ્પસ માંથી નાચવા અને ગાવાનો અવાજ આવે છે. એ તરત જ કોલેજ કેમ્પસમાં થાય છે.

મૈત્રી કોલેજ કેમ્પસમાં પહોંચે છે ત્યાં બ્લેક અને વાઈટ ફોર્મલ માં  એક છોકરો ગિટાર લઈને ગીત ગાતો હોય છે. તેમનો અવાજ આટલો સુરીલો હોય છે કે સીધો દિલને અડી જાય છે. તેની આજુબાજુમાં બહુ બધી છોકરીઓ દીપ નામ લઈને બૂમો પાડતી હોય છે. મૈત્રી આગળ જવાનુ વિચારે ત્યાં જ કૉલેજ નો બેલ વાગે છે ને સૌ ક્લાસ તરફ જાય છે પણ મૈત્રીને તેના ક્લાસ વિશે ખબર જ નથી હોતી.

કૉલેજની બેલ વાગતા દીપ સ્ટેજ પરથી નીચે ઉતરે છે એટલામાં મૈત્રી સાથે ભટકાય છે." તમને દેખાતું નથી કે શું? અંધ છો તમે તો એટલો જોર થી ધક્કો મારી દીધો "

" તમારા મનમાં કઈ વહેમ હોય ને તો એ કાઢી નાખજો. તમે આટલા ખુબસુરત પણ નથી કે તમને કોઈ ધક્કો મારે " આટલું કહી દીપ જલ્દીમાં જતો રહ્યો.

પ્રેમ રોગ حيث تعيش القصص. اكتشف الآن