"સ્પીચલેસ"

173 9 4
                                    

અનિષને સાહિત્યજગતમાં હરણફાળ સફળતા સાંપડવા લાગી.રોજ નવી નવી સાઇટ્સ,સામયિકો, ન્યૂઝ પેપર્સ વિગેરેમાં તેમની કૃતિઓ ચમકવા લાગી.એક સોશિયલ એપ્પસમાં તો તેના ફોટા સાથેનો પરિચય પણ આવીયો.. તેના મિત્રોની સંખ્યા વધવા લાગી. કેટલીક સ્ત્રી મિત્રો પણ બની.. ચેટિંગ શરૂ થયું..બધા તેના લખાણના વખાણ કરતા હતા..
બધા સ્ત્રી મિત્રોમાં એક ધ્વનિ નામક છોકરી સાથે ચેટિંગ વધવા લાગ્યું..બંને રોજબરોજના ચેટિંગ થી નજીક આવવા લાગ્યા..અનિષે વિડિઓ કોલનું લખતા ધ્વનિએ ના પાડી. તો અનિષે તેને રૂબરૂ મળવાનું કહ્યું.. ધ્વનિએ ના પાડી. અને ચેટ માં લખ્યું કે આપડે સંબંધ ફક્ત એક દોસ્ત તરીકેનો રાખીયે..વધુ નહિ. પણ અનિષે રૂબરૂ માણવાની જિદ્દ કરી..અને ધ્વનિ તેને ના ન પાડી શકી.. અનિષ ટ્રેનમાં તેના શહેર માં ગયો..ચેટમાં નક્કી કર્યા મુજબના સ્થળે બન્ને મળ્યા.. એક બીજાને ભેટી પડ્યા..ધ્વનિ ખૂબજ સુઁદર હતી.. અનિષ બોલી ઉઠ્યો
ધ્વનિ I love you.. ધ્વનિ ચુપ રહી..તેની. આ ચુપકીદી પ્રેમના પ્રથમ સ્પર્શની હતી કે પછી. કાયમી હતી.???. હા,ધ્વનિ મૂંગી હતી.!!!!! અનિષ સ્પીચલેસ થઇ ધ્વનિ સામે જોતો રહ્યો!!!!!!!

ભરત થાનકી
જૂનાગઢ
તા.31/1/2017

" અદબ "Where stories live. Discover now