"સોલ્યુશન..!!! "

88 7 4
                                    

સેકન્ડો, મિનિટો, કલાકો,દિવસો, મહિનાઓ અને વર્ષો મેટ્રો ટ્રેનની ગતિએ પસાર થતા જાય છે... બધુંજ જાણે હાથથી છૂટતું જાય છે, તેવું લાગે છે.જાણે હમણાં બાળપણમાં લખોટીથી દોસ્તો સાથે રમતા. શાળાએ જતા.. વરસાદ માં નહાતાં.. કાગળ ની હોડીઓ તારાવતા. મઝા કરતા.. કરતા.. દિવસો વધુ ભણવાની ઘેલછામાં વતનથી દૂર બીજા શહેરમાં લઇ ગયા..
ભળ્યા..ગણ્યા અને પાસ થયા, નોકરીની શોધ અને પછી છોકરીની..બસ ઝિંદગી પુરી !!! નહીં.. આ પછી ઝિંદગીની બીજી ઇનિંગ્સ શરૂ થાઈ છે.. અસલી ભોળપણવાળી ઝિંદગી ખરેખર પુરી થઈ ગઈ હતી, તે આજે સમજાયુ ,પણ મોડું થઈ ગયું હતું. લગ્ન બાદ ઝિંદગીની જવાબદારી માથે આવી.. બાળપણમાં આ જવાબદારીની કંઈજ ખબર નહોતી.. બધુજ બાપા ઉપર હતું.
અચાનક "પાપા.".કરતો મારો દીકરો ધૂમકેતુ મારી પાસે આવી ને બોલ્યો.. "તમારામાટે જમવાની આ પેપર ડીશ લઈ આવ્યો.. છું.. હવે થી તમો આમાં ખાજો..તમારાથી કાચના વાસણો ખાવા પીવામાં તૂટી જાયછે, જેથી મારે અને ધેર્યાને માથાકૂટ તમારા હિસાબે થાઈ છે..કાચના વાસણો બહુ મોંઘા આવે છે, તો આજે આ સોલ્યુશન મેં કાઢ્યું છે ." હું પાંસઠ વર્ષનો વૃદ્ધ આંખમાં મોતિયો આવતા હવે નિર્જીવ વસ્તુઓ જોઈ શકતો નથી પણ સજીવ વસ્તુઓના ભાવ વાંચી શકું છું..દીકરો તેની પત્ની ધૈર્યા સાથે ઝગડોના થાઈ માટે સરસ સોલ્યુશન શોધી આવ્યો,હતો..
મને યાદ આવી ગયું હું કેવો મારી પત્નીને સોલ્યુશન વગર મારા માતા પિતા માટે થઈને ખિજાતો !! તેતો બિચારી ચાલી ગઈ મને એકલો ..આ..હાલતમાં છોડીને. પણ હું ??... મેં ધૂમકેતુ ને સાદ પાડી ને બોલાવ્યો.. "બેટા. આ પેપર ડીશ પણ મોંઘી પડશે મને તમે છાપાની પસ્તીમાં ખાવાનું આપશો તો પણ ચાલશે.. અને તને ખબર નથી બેટા ..હું નાનો હતો ને ત્યારે અમારા ગામમાં પાણીની તકલીફ હતી, તો અમો બધા છાપાની પસ્તી માં જ ખાતા. " ધૂમકેતુ બોલ્યો
"બાપુજી..છાપાના લખાણમાં કાર્બન હોઈ છે..તેમાં ખાવાથી બીમાર પડાય." મેં કહ્યું "બેટા, હવે ઝિંદગી કેટલી અને વાત કેટલી ?? હું એમા જ ખાઈને મોટો થયો છું.."અચાનક ધેર્યા બોલી ઉઠી"કાઈ વાંધો નહીં.. ઘૂમકેતુ ..અમેય પસ્તીવાળા આજકાલ ભાવ ઓછા આપે છે. પસ્તીના..તો બાપૂજી ભલે તેમાં ખાય.. બસ એ ખુશ રહેવા જોઈએ.." દીકરાની વહુની દરિયાદિલી સાંભળીને મેં તેનો મનોમન આભાર માન્યો. અમારી આ બધીવાતો તેઓનો દીકરો "કલરવ" સાંભળી રહ્યો હતો.. તે હવે દસ વર્ષ નો થઈ ગયો હતો.. તેની બુક્સ ના પૂંઠા તેની મમ્મી ચડાવી આપતી હતી ત્યાં તે પોતાના મન પસંદ સ્ટીકરમાં નામ લખવા માટે ચિપકાવી રહ્યો હતો.. વધેલો લેમીનેશનનો રોલ તેની મમ્મીએ તેને ઠેકાણેે રાખવા કહેતા અચાનક કલરવ બોલ્યો.." મોમ, મારા હવે પછીના બધા રોલ કબાટમાં સાચવીને રાખીયે તો કેમ ? " અમો બધા તેના સામે જોવા લાગ્યા. હું, ધૂમકેતુ, ધેર્યા... કે,આ કલરવ કહેવા શુ માંગે છે ?..ધેર્યા અધીરાઈમાં બોલી ઉઠી "જોયું.. મારો દીકરો કેવી બચત અત્યાર થી જ કરે છે..આવતા વર્ષે ચોપડાના પૂંઠા ચડાવવા નવો રોલ લેવો ના પડે એટલે.." ધૂમકેતુ ગૌરવભેર કલરવ સામે અને ધેર્યા સામે નત મસ્તક થઇ જોઈ રહ્યો.. હું પણ મારો શ્વાસ ચુકી ગયો. પણ ફરી કલરવ બોલી ઉઠ્યો.
" નહીં.. મોમ, આતો મેં સોલ્યુશન કરી રાખ્યું છે...પાપા ઓલ્ડ મેન થશે ને તો,તેમને આ પસ્તીના પપેરમાં કાર્બન ના લીધે નહીં ફાવે તો આ લેમીનેશન વાળા પેપર માં હું ખાવાનું આપીશ "!!!!!! ઘર માં સન્નાટો છવાઈ ગયો. ક્યારેક હકીકતનો સામનો કરવાનું સોલ્યુશન આપણી પાસે નથી હોતું.!!!!!
ભરત થાનકી
જૂનાગઢ
27/1/2017

Has llegado al final de las partes publicadas.

⏰ Última actualización: Feb 19, 2017 ⏰

¡Añade esta historia a tu biblioteca para recibir notificaciones sobre nuevas partes!

" અદબ "Donde viven las historias. Descúbrelo ahora