પ્રલોભન

7 0 0
                                    


... અને આખરે શિવુ ચૌધરી રંગે હાથ ઝડપાઇ ગયો . આ બદલ પોલીસ ઇન્સ્પેક્ટર મઝહર ખાનનું જાહેરમાં બહુમાન કરવામાં આવી રહ્યું હતું .

નામાંકિત અંડર વર્લ્ડ બાદશાહ શિવુ ચૌધરીને જેલના સળિયા પાછળ ધકેલવા બદલ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ વતી હું ઇન્સ્પેક્ટર મઝહર ખાનનો અંતઃકરણ પૂર્વક પાડ માનું છું . સાથોસાથ ઇનામનો સાચો હકદાર ગણી ૧૦૦૦૦૦ રૂપિયાની થેલી અર્પણ કરું છું .

પોલીસ કમિશનર દાસ ગુપ્તાની જાહેરાત સાંભળી સમગ્ર સભા ખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો .

' માળો જશ ખાટી ગયો ! ' પ્રતિસ્પર્ધીઓ દાઢમાં મઝહર ખાનની ટકોર કરવા લાગ્યા . તેમની આવી ટકોરે મઝહર ખાનની દુખતી રગ પકડી લીધી . તેમના ચહેરા પર વિષાદના ઓળા પથરાઈ ગયા . ઇનામ મળ્યાનો આનંદ ઓસરી ગયો . તે જોઈ તેમની પત્ની પરવીઝા એ અચરજની લાગણી અનુભવી .

રસ્તામાં તેના પતિની ઉદાસી જાણવાની તેણે ઘણી જ કોશિશ કરી . પણ પતિની ચુપકીદી તેને અકળાવી રહી હતી . મઝહર ખાનની આંખોમાં ભીનાશ તરી રહી હતી . આ હાલતમાં તે કાંઈ જ જાણી ના શકી !! તેનું મગજ અનેક શંકા આશંકામાં અટવાઈ ગયું હતું .

રાતના સુવા ટાણે પાણીનો ગ્લાસ પતિને ધરતાં પરવીઝાએ સવાલ કર્યો :

' શું વાત છે ? ખુશીના અવસરે તમારી આંખોમાં આંસુ શીદ ને ?'

પરવીઝાનો સવાલ સુણી મઝહર ખાન વધારે અસ્વસ્થ થઈ ગયાં ! પાણીનો ગ્લાસ એકી સાથે તેઓ ગળાની અંદર ઉતારી ગયા . સ્વસ્થતા ધારણ કીધી . છતાં શબ્દો માનો ગળાની ભીતર જ રૂંધાઇ ગયા . તે જોઈ પરવીઝાએ પોતાનો સવાલ દોહરાવ્યો .

' શું વાત છે ? આજ દિન લગી તમે મારાથી કોઈ વાત છુપાવી નથી !! તો પછી આજે કેમ તમારી જીભ ખચકાટ અનુભવી રહી છે ? '

પત્નીના સવાલ આગળ મઝહર ખાને સારી અથ ઇતિ બયાન કરી દીધી .

મઝહર ખાન એક કાબેલ તેમ જ બાહોશ હતા . દસ વરસ તેમણે પૂનામાં એક ધારી સેવા બજાવી હતી . નેકી , ઈમાનદારી તેમની નસેનસમાં વણાઈ ચુકી હતી . તેમણે કદી અનીતિ તેમ જ લાંચ રૂશ્વતનો રાહ અપનાવ્યો નહોતો . ફરજ તેમને મન ખૂબ જ મહત્વપૂર્ણ હતી .

પ્રલોભનWhere stories live. Discover now