પ્રલોભન (૨)

2 0 0
                                    


અનિરુદ્ધ દેસાઈ એક મામુલી સરકારી કર્મચારી હતો . મહિને દહાડે ચાર પાંચ હજાર રળી લેતો હતો ! તેણે ધાર્યું હોત તો બે નંબરની કમાણીથી પોતાનું ઘર ભરી શક્યો હોત ..બહેનના લગ્ન ધૂમધામથી કરી શક્યો હોત . પણ પાપની કમાણી કદી પચતી નથી , સારા કામે આવી સકતી નથી . આ વાત તે અન્યના અનુભવો પર થી શીખ્યો હતો . મરતી વખતે તેના પિતાએ આપેલા સંસ્કાર તેણે ઉજાગર કર્યા હતા .

' દીકરા ! અનીતિના ઘનને પરાઈ સ્ત્રી ગણી કદી હાથ ના લગાડીશ . તેને પાસે રાખવાથી માણસને કદી શાંતિ મળતી નથી . '

વધતી જતી મોંઘવારી મોઢું ફાડીને બેઠી હતી . તેની કમાણીમાં માંડ ઘરનું ગાડું ગબડતું હતું . એક સાંધો ને તેર તૂટે એવી હાલત હતી . મહિનાની વીસમી તારીખે જ પૈસાની અછત ઊભી થતી હતી . પત્ની રોજ પૈસાનો તકાજો કરતી હતી .

' દૂધનું બિલ બાકી છે ! મકાન માલિક પણ રોજ પૈસાની માંગણી કરે છે . તમારી બહેન પર તેનો ડોળો છે ! '

' શું કરવું ? અનિરુદ્ધ ઘણો જ પરેશાન હતો . ઘણી વાર તેના દિમાગમાં ઉપલી કમાણીના વિચારો આવતા હતા . પિતાનો આદર્શ અને ઈશ્વરનો ખોફ તેને ગલત માર્ગે જતાં રોકતો હતો .

કલ્પનાના લગ્નને આડે ત્રણ દિવસ જ બાકી હતા . વેવાઈની ડિમાન્ડ તેના કાળજામાં ભોકાઈ રહી હતી .

' ૨૪ કલાકની અંદર દહેજની રકમ ના મળી તો વિવાહ ફોક થઈ જશે ! '

અનિરુદ્ધ ઘણો જ પરેશાન હતો . તારદેવમાં રહેતા તેના જીગરી દોસ્તે મદદ કરવાનો વાયદો આપ્યો હતો . તે મોટી આશ લઈ દોસ્તના બારણે પહોંચ્યો હતો . પણ મિત્રે તેને નિરાશ કર્યો હતો .

' સોરી દોસ્ત ! તને આપવા માટે રાખેલા પૈસામાં થી તારી ભાભી મને જણાવ્યા વગર ફ્રીજ , ટી વી તેમ જ ટેપ રેકોર્ડર લઈ આવી !!

વેવાઇને શું જવાબ આપીશ ? છેલ્લી ઘડીએ તેની ઈજ્જતના ધજાગરા ઉડવાની નોબત આવી હતી . આ ખ્યાલે અનિરુદ્ધનો અજંપો માઝા વટાવી ગયો .

બહેનના લગ્ન કેમ થશે ? દહેજના પૈસા ક્યાંથી ભેગા કરવા ? શા માટે તેણે જિંદગી ભર નીતિનું પૂછડું પકડી રાખ્યું ?

પ્રલોભનDonde viven las historias. Descúbrelo ahora