#તું

64 4 0
                                    


#તું
એટલે કે મારું ગમતીલું અવકાશ કે જ્યાં ઝરમર ઝરમર હંમેશા ઔંશ બની તું મને તારા પ્રેમમાં ભીંજવતી રહે ને મને ઓતપ્રોત થઈ તારામાં ભીંજાવુંય ગમે..।

મેં મેહસુસ કરેલું..,
પ્હેલા પરોઢિયે કોઈ મસ્ત ખિલેલા ફૂલ પર વ્હાલથી વળગી રહેલા ઝાકળના સ્મિત જેવું..।

જાણે આપણા સ્વપ્નાના બચ્ચાંની સાથે આપણે તેને ચુંમતા હોઈ એવી કોઈ આશ જેવું..!

આપણી એ દીકરી નું કાલાઘેલું સ્મિત જોવાની વર્ષોની તલબ ને તારા નિતરતા ચેહરાને જોઈ ને હરખઘેલા થઈ ગાલ પરથી સરતી હરખની હેલી જેવું..,

કેટલા ભાગ્યશાળી છીએ ને આપણે આ ઘડીએ આજ આપણું સાથે હોવું જાણે કુદરતની કોઈ કરામત જેવું..!

You know what..!?
#Mumma નો અનરાધાર પ્રેમ ને ઉપરથી કોઇ Special Garnishing કરી હોઈ એવી કોઇ ડિશ એટલે કે મારા માટે જેમ #તું જેવું..।

તારું નામ આવતાજ હોઠ નું મીઠા થઇ જવું સાચ્ચું કઉં પાણી પાણી થઈ જવાઈ છે..,
આટલું પણ ગમતું હોઇ કોઇ પોતીકા સાથે એક #ઓશિંકા પર સુતેલા આપણા સગપણ જેવું..🥰

બધાનું કોઈ ને કોઈ હોઇ છે આવું ગમતીલું અવકાશ..!
તમારું શું કેવું..?

@શબ્દો નો શુભઆરંભ

Instagram@mysterious_madhav

Naabot mo na ang dulo ng mga na-publish na parte.

⏰ Huling update: Apr 04, 2020 ⏰

Idagdag ang kuwentong ito sa iyong Library para ma-notify tungkol sa mga bagong parte!

#તુંTahanan ng mga kuwento. Tumuklas ngayon