" બચાવો! બચાવો!! "
ફ્લેટ ની અંદર કોઈ ચીસ સાંભળી મારા ચિત્ત તંત્રમાં ખળભળાટ વ્યાપી ગયો. હલચલ મચી ગઈ. અવાજ કાંઈ પરિચિત લાગ્યો. ડોર બેલ સુધી પહોંચેલ હાથ વીજળીનો કરંટ લાગ્યો હોય તેમ પાછો ખેંચાઈ ગયો. ક્ષણેક વારમાં કાંઈ કેટલાય વિચારો હિરણ્ય ગતિ એ દિમાગમાંથી પસાર થઈ ગયા.
કોઈ યુવતીના માથે જોખમની તલવાર ઝૂલી રહી હતી..
ભય સૂચક સાંઇરન સમી ચીસ સુણી હું વાસ્તવિકતાને પામી ગયો.
કોઈ પણ રીતે અંદર પહોંચવું જરૂરી હતું.
મેં ગુસ્સામાં આવી જઈ જોરથી બારણાંને હડસેલો માર્યો.
મારા આશ્ચર્ય વચ્ચે બારણું ખુલી ગયું.
ડીમ લાઈટ ની રોશનીમાં ભીતરનું દ્રશ્ય નિહાળી હું હચમચી ગયો.
એક નરાધમ એક નિઃવસ્ત્રી યુવતીની કાયા ને નોચવા મથી રહ્યો હતો.. પણ તે દાદ આપતી નહોતી.
ભયભીત હાલતમાં દરવાજો ખુલ્લો હતો. આ વાતની યુવતી ને જાણ નહોતી.
દેહ ભૂખ્યા વરુનું આક્રમક સ્વરૂપ નિહાળી મારા રૂંવે રૂંવે આગ ઝાળ લાગી ગઈ.
તેનો ચહેરો સામે આવતા હું ચોંકી ઊઠ્યો.
' અજય દેસાઈ!? '
હું કાંઈ વિચારું યા કરૂં તે પહેલા જ મારા બોસે તે યુવતી ને જમીન પર પટકી દઈ તેના સૌમ્ય દેહને બચકા ભરવા માંડ્યો.
જેની બીમારી ની જાણ થતાં હું ખબર પૂછવા આવ્યો હતો. તે જ શખ્સ મારો બોસ હતો અને તે નિ :સહાય અબળા નારી પર ત્રાસ ગુજારી રહ્યો હતો.
દ્રશ્ય જોઈ મારૂં લોહી ઉકળી ગયું..
તે મારો બોસ હતો. તે વાત પણ હું વિસરી ગયો. સઘળું જોર લગાડી મેં તેની ભારેખમ કાયા ને યુવતીથી અળગી કરી નાખી.
મને જોઈ અજય દેસાઈ રોષે ભરાયો. તેણે પુન : યુવતી ને પોતાની ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો.
VOCÊ ESTÁ LENDO
તૃપ્તિ દેસાઈ - ટૂંકી વાર્તા - રંજન કુમાર / રમેશ દેસાઈ
Ficção Geralએક બદચલણ છોકરીની ભૌતિક સુખની વાંછના તેને ક્યાં ઘસડી જાય છે?