"અરે.. આ..ભાઈના પગ નીચે કચડાતાં કચડાતાં રહી ગયો... ભાઈ મારા સામે દયાભરી નઝરે જોઈ રહ્યા છે. કદાચ પરદુઃખભંજન માણસ લાગે છે.ચાલો મારી આ હાલતથી કોઈને તો દયા આવે છે, તે બતાવે છે,કે ઇન્સાનિયત હજુ પણ જીવિત છે.
ઘણા લોકો પસાર થઈ ગયા..મને કાચડીને.. કે જે લોકો મને મકર સંક્રાંતિ ના દિવસે મારા રંગ રૂપ ઉપર મોહિત થઈ ને ખરીદવા તલપાપડ હતા.આજે જ્યારે હું આ હાલત માં છું તો કોઈ ભાવ પણ નથી પૂછતું!!! ખરેખર ખરાબ દિવસો માં ભાવ પૂછનાર જ તમારા સાચા શુભચિંતક હોઈ શકે છે.
મકરસંક્રાંતિ ના દિવસે મને માનભેર ઘરે લઈ ગયા.હોંશભેર મને દોર માં બાંધી ને ચગાવ્યો.. હું પણ ખૂબ ઊંચે ચડીને અભિમાન માં આવી ગયો..મારી બાંધેલી દોરને ઢીલ દઈ ને મને વધું ચગાવ્યો.. બાજુમાં મારા બીજા ભાઈઓ ઊંચે ઉડતાં હતા. અમારામાં એક બીજાને ઊંચે ચડતા રોકવાની કે કાપવાની ભાવના ના હતી.પણ અમારી દોર રૂપી સંગત માણસ ના હાથમાં હતી.તેથી અમારામાં માણસ ના વિચારો અને આચારો આવવા લાગ્યા અને તેઓ અમોને એક બીજા થી લડાવી ને કાપા કાપી કરાવવા લાગ્યા. પછી અમો પણ ભૂલી ગયા કે અમો અમારી એકજ જાતના ભાઈઓ ને ખેંચી રહ્યા છીએ, તાણી રહ્યા છીએ.પછાડી રહ્યા છીએ.
અગાસી ની ઉંચાયે ચડેલા લોકો આનંદ ની કીકીયારીથી મોહોલ્લો ગજાવવા લાગ્યા.. અમો પણ અમારી હેસિયત બહારની ઉંચાયે ઉડીને અભિમાન માં સામસામા કાપા કાપી કરવા લાગ્યા.. સામેવાળા ની દોર કોઈ સારા હાથમાં હતી..તે આકાશમાં ઉડતા પક્ષી ને બચાવતો હતો.અમારી ઉંચાઈ નિર્દોષ પક્ષીના જાન લેતી હતી.. મારી દોરવાળા માણસ ને પોતાની મસ્તી હતી.. ત્યારે તેની નઝર નિર્દોષ પક્ષી સામે ના હતી.અને અચાનક હું કપાયો... લોકો "કાઇપો છે..કાઇપો છ"ે...ની બુમો પડતા રહ્યા.. હું..મારી કપાયેલી અને કાંઈક નિર્દોષ પક્ષીની કપાયેલી ડોકના લોહીથી તરબોળ દોર સાથે.. ફરી વાસ્તવિકતાસામી જમીન ઉપર ઉતારવા લાગ્યો.. લોકો મને પકડવા કાંટાળી જાળીથી દોરને લપેટવા દોડવા લાગ્યા.. જપા જપી કરવા લાગ્યા.. કેટલાક મને પકડી ખેંચાખેંચી કરવા લાગ્યા..મારા લીરે લીરા થઈ ગયા.. પછી મને મારી ઉંચાયે પહોંચાડનારી સહાયક દોર થી અલગ કરી સહાયતા પાછી ખેંચી એકલો અટૂલો રસ્તા ઉપર છોડી ગયા..લોકો એ રસ્તા ઉપર ચાલતા ગયા..
હવે મને સમજાયું કે ગમે તેટલી ઉંચાયે તમો રહો પણ આપણા પગ તો જમીન સાથે જોડાયેલા રાખવા.. અર્થાથ આપણે આપણી વાસ્તવિકતાને ક્યારેય છોડવી નહીં.કોઈને સહાય ના થાઈ તો કાઈ નહીં, પણ આપણાથી સફળતા ની ઊંચાઈ સર કરતા લોકોના પગ ખેંચવાની નીતિ રાખવી નહીં..ગમે તેટલી ઉંચાયે ઉડીયે પણ દયા ભાવના છોડવી નહીં..નિર્દોષ પક્ષી સમાં લોકો ઉપર દયા રાખી રક્ષણ કરવું.
મારી હાલત ઉપર દયા આવનાર આ રાહબરને જોઈને થાઈ છે હજુ પણ લોકોમાં દયાભાવના છે..ઈશ્વર જેવું તત્વ.. હજુ પણ લોકોમાં જીવીત છે.એટલે જ તો હજુ દુનીયા ટકી રહી છે. ચાલો ત્યારે આવતી મકર સંક્રાંતી ના ફરી મળીશુ. પણ મારુ નિવેદન છે..તમો અમોને રાત્રે ચગાવો.. દીપમાળા લાટકાવો.. કાપા કાપી બંધ કરો..ખેંચા ખેંચી બંધ કરો ,અને નિર્દોષ પક્ષી ની જાન બચાવસો તો તમો સાચા અર્થ માં મકર સંક્રાંતી નો આનંદ માણી શકશો.. સંક્રાંતી નું ફળ મળશે.. તમારે દાનનો દેખાવ નહીં કરવો પડે..પક્ષીઓના જીવતદાનથી મોટું દાન ક્યુ હોઈ શકે !!!!!
ભરત થાનકી
જૂનાગઢ.
15/1/2017

ESTÁS LEYENDO
સેલ્ફી
Historia Cortaઆત્મકથા ઉપર આધારીત નાની નાની વાર્તાઓનો સંગ્રહ એટલે "સેલ્ફી "..આશા છે.મિત્રો મારો આ પ્રયાસ તમોને ગમશે. ભરત થાનકી જૂનાગઢ All Rights Reserved © 2017 Chatak Thanki