"ભાગો..... માણસ આવ્યો..."

43 3 0
                                    

અમાસની રાત.. અમારી દિવાળી...મઝા આવે..
અંધારું અમોને બહુ ગમે.અમો આ રમણીય સુમસાન મકાનમાં આનંદથી રહીયે છીએ..હું ખવીસ અને મારી ચાર્મિંગ ચુડેલ ડાર્લિંગ અમારા નાના બાબા સાથે આનંદથી વાસ કરીયે છીએ..છત ઉપરથી કૂદકો મારતા ચુડેલે આવીને કહ્યું.. "હાહાહા.. સાંભળો છો..?? હું જરા લટાર મારવા જાવ છું.. તમો આપણા બાબાને કંઈક ખવડાવીને સુવડાવી દેજો.". મેં કહ્યું.. "સાંભળ.. બહાર જાય ત્યાં ધ્યાન રાખજે. પેલો પલીત મને કહેતો હતો ,આજકાલ મોડી રાત્રે રસ્તામાં માણસ થાઈ છે.તો તું  ક્યાંક તેની જપટમાં આવી ના જાતી... ઓકે..ટેક કેર".. તે બોલી "રસ્તામાં હવે લાઈટો પણ ઘણી થઈ ગઇ છે.ડોન્ટ વોરી.. મેં મેકઅપ કર્યો છે..તો કોઈને ખબર નહીં પડે..હું તેઓમાં ભળી જઈશ.. હાહાહા..."
ચુડેલ આટલું કહીને ચાલી નીકળી.
હું બાબાને મેગી ખવડાવીને સુવડાવી રહ્યો હતો.. બાબો રડી રહ્યો હતો.. અંધારું હતું એટલે નીંદર નહોતી આવતી.. પછી તેને કહ્યું ."સુઈ જા.. જો..મોબાઈલમાં ગીતો સંભળાય છે..માણસ આવતો લાગે છે.."બાબો ડરી ગયો.. માણસનું નામ સાંભળીને... આંખ મીંચી દીધી.. અને સુઈ પણ ગયો..
એટલામાં ચુડેલ પણ આવી ગઈ.. મેં પૂછ્યું "કેમ વહેલી આવી ગઈ ?.". તે બોલી "હા.હા.હા.શુ કરું ? હવેતો માણસો રાત્રીના પણ બહુજ થાઈ છે..આપણો તો કોઈ ક્લાસ નથી રહ્યો..મને નથી લાગતું હવે આ માણસો આપણને જીવવા દીયે.. જાણે ઘોર સવાર થઈ હોય, તેમ ફરે છે..ભોલેનાથ બચાવે આ માણસોથી.."

પછી ચુડેલે પોતાનું માથું ટેબલ ઉપર રાખીને , ધડ ધસરડતી મારી પાસે આવવા લાગી. તેના જમીનમાં પડતા એક પગમાં કંઈક આવતા નીચે ઝૂકી,અને તે વસ્તુ ઉપાડતા એક જૂની બુક તેના અડધા હાથમાં આવી..તેના ઉપર લખ્યું હતું..." The Secret ". પછી તો અમો બંનેએ તે બુક વાંચી નાખી..

બુક વાંચીને અમોને અમારા ઉપર ખુબજ પસ્તાવો થયો.અમારા Nagetive વિચારોએ જ અમોને આ હાલત માં મૂકી દીધાનો નો અહેસાસ અમોને થયો..

હવે સવાર પડી ગઈ..અમે ફરીને સંતાઈને જીવવા લાગ્યા. અચાનક બે માણસો અમારા બંગલામાં દાખલ થયા.. એક માણસ બધું દેખાડતો હતો.. બીજો બધાજ રૂમો જોતો હતો..
ચુડેલે મારી સામે જોયું..હું સમજી ગયો.અને અમો હવે આ બંગલો છોડવા માટે સામાન પેક કરવા લાગ્યા... અમારો બાબો આ બધું જોતો હતો. તે ડરી ગયો હતો. પછી ચુડેલ બોલી ઉઠી. "હા.હા.હા..બેટા તેનાથી ના ડરાય.. તે પણ "આપણા" જેવા છે."

મને લાગ્યું ચુડેલ "The Secret " બૂકની અસરમાં આવીને આ બોલી કે પછી..!!!....મેં તે બુક અમારી બેગમાં રાખી મૂકી. અમારા ટાપુડા માટે..."

ભરત થાનકી
જૂનાગઢ
તા. 14/02/2017

સેલ્ફીDonde viven las historias. Descúbrelo ahora