કાશ! હું મૂંગો હોત તો?

16 2 0
                                    

એ દિવસ હું આજ દિન લગી ભૂલી શક્યો નથી જ્યારે મારા ઘરમાં પુત્રનો જન્મ થયો હતો . પણ મારા નસીબમાં શાયદ પુત્ર તરફથી આટલો જ આનંદ લખાયેલો હતો . ત્યાર બાદ તેની હયાતિ સુધી મેં કદી પુત્ર હોવાનો આનંદ જોયો કે અનુભવ્યો નથી .

છ મહિનાની ઉંમરે જ તેની આંખો ફટાકડાના અવાજથી ત્રાંસી થઈ ગઈ હતી . તે ખૂબ જ બીમાર પડી ગયો હતો .

થોડા સમય પછી અમેરિકાના કોઈ નિષ્ણાંત ડોકટરે તેની આંખોનું ઓપેરશન કરી તેની આંખ તો સીધી કરી દીધી હતી. પણ તેને રેંટિના નો કોઈ પ્રોબ્લેમ હતો.

તે શરૂઆતથી ભણવામાં ઘણો જ હોશિયાર હતો. તેની યાદ શક્તિ પણ ઘણી તેજ હતી. તે હર એક નાની મોટી વાત યાદ રાખતો હતો.

એસ એસ સીમાં તે ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો હતો. 88% ટકા માર્ક્સ હતા.

તેણે બી કોમ લાઈન પસંદ કરી હતી. અને તે બી કોમ પણ ફર્સ્ટ ક્લાસ ગ્રેડ સાથે પાસ થયો હતો.

તે આગળ ભણવા માંગતો હતો. તે ચાર્ટરડ એકાઉન્ટન્ટ બનવા માંગતો હતો.

તેની આંખો નબળી હતી. તેનો ઈલાજ પર જારી હતો. તેનું નિયમિતપણે મેડિકલ ચેકીંગ કરવું પડતું હતું.

બી કોમ પાસ થઈ જતાં તેને હું ચેકિંગ માટે ડોક્ટર પાસે લઈ ગયો હતો. ઉત્સાહમાં આવી જઇ તેણે ડોક્ટર સામે પોતાની ઈચ્છા જાહેર કરી હતી.

' હું ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા માંગુ છું. '

તે સાંભળી ડોકટરે તેને જબરદસ્ત બ્રેક મારી આંચકો આપ્યો હતો!!

' તું આગળ ભણવાની વાત ભૂલી જા. બહું જલ્દી તારી આંખોનું નૂર હણાઈ જશે. '

હું પણ આ વાત સાંભળી હલબલી ગયો.

ડોક્ટરની વાત સાંભળી મારા દીકરા ક્ષિતિજ ખૂબ જ ભાંગી પડ્યો. તે હવે કાંઈ જ નહીં કરી શકે. જાણી તેણે બધા જ હથિયાર હેઠા મૂકી દીધા.

ડોક્ટરની વાત સાચી નીવડી હતી.

ક્ષિતિજને શરૂઆતમાં સાંજના 6 વાગ્યાં પછી દેખાવાનું બંધ થઇ ગયું. પછી ધીમે ધીમે તેને સંપૂર્ણપણે અંધાપો આવી ગયો.

ત્રાસની ચરણ સીમા حيث تعيش القصص. اكتشف الآن