પિતા પરિવારનું એક એવું પાત્ર છે જે પોતાના આખાય પરિવારનુ દુઃખ,દર્દ પી લે છે અને પરિવારનો આ એક સભ્ય પોતાની આખી જિંદગીની મહેનત પોતાના પરિવારને સમર્પિત કરી દે છે પરંતુ દરેક પિતા એક સરખા નથી હોતા. અલગ-અલગ પરિવારની વેદના અલગ-અલગ હોય છે. પરંતુ હું તમને સમજાવું કે પિતા કેવો હોવો જોઈએ.
બાપ એક એવું પાત્ર છે જે પોતાના ગુણ પરિવાર ને સમર્પિત કરે પરંતુ અમુક બાપને અલગ અવગુણો હોય છે દાખલા તરીકે દારૂનું વ્યસન,જુગારની આદત, ક્યારેક વ્યસન પરંતુ શું તમને ખબર છે આ બધા શું અસર પડે છે તમારા સંતાનો અને પરિવાર ઉપર પોતાને દારૂનું વ્યસન હોય તો તે નશામાં ધૂત થઈને લથડતો લથડતો ઘરે આવે છે અને પોતાની પત્નીને માર મારે છે પરંતુ આ બધું પોતાના સંતાનો જોતા હોય છે અને આવા જ વાતાવરણમાં મોટા થાય છે અને આ કહેવત સાર્થક થવાની પણ શક્યતા વધી જાય છે કે "બાપ એવા બેટા ને વડ એવા ટેટા'' ને વાત કરી એ સિગારેટ પાન બીડી તો આપણા સમાજમાં આ બધા વ્યસનો સામાન્ય માનવામા આવે છે અને આ બધા વ્યસન ઘરમાં પણ કરવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે? તમે સિગારેટ પીઓ છો તે તમારા બાળકો જુએ છે અને તેના વધેલા ઠૂઠા તમારાં સંતાનો પણ પીએ છે અને આ બધુ જ વાતાવરણ તેમના સંતાનો જુએ છે અને મોટા થાય છે તે પોતાનામા આ બધા ગુણો આવરી લે છે અને પરિવારની અધોગતિમાં વધારો કરે છે.