પ્યાર Impossible - ભાગ ૬

25 0 0
                                    

નવરાત્રિનો તહેવાર હતો. શામોલી અને સ્વરા દર વર્ષે સોસાયટીમાં જ રાસ-ગરબા રમતા. બંન્નેને રાસ-ગરબા રમવાનો ખૂબ જ શોખ. રાસ-ગરબા રમવાનો શોખ ભલા કોને ન હોય!!!

સ્વરા:- હું શું કહું છું કે આપણે દર વર્ષે સોસાયટીમાં રાસ રમીએ છીએ. આ વખતે આપણે ત્યાં રાસ રમવા જઈએ જ્યાં સેલીબ્રેટીઓ આવે છે.

શામોલી:- હા આ વખતે ત્યાં જ જઈશું. બહુ મજા આવશે.

      શામોલી સાંજે મરૂન રંગની ચણિયાચોળી પહેરે છે. આભલા અને ભરતગુંથણવાળી સુંદર ચણિયાચોળી હોય છે. શેમ્પુથી ધોયેલા કાળા અને સિલ્કી વાળમાં શામોલી સુંદર લાગી રહી હતી. હાર,ચુડી,ટીકો અને પાયલ પહેરી લે છે. કાનમાં સુંદર મજાના નાના નાના ઝુમખા પહેરે છે. બિંદી લગાવે છે. વાળનો સરસ અંબોડો બનાવી લઈ માથે ઓઢણી ઓઢી લે છે. ઓઢણી સરકી ન જાય તે માટે પીનો મારી લે છે. કમર પર કંદોરો પહેરી લે છે. છેલ્લે આંખોમા કાજલ લગાવ્યું. પછી તૈયાર થઈને સ્વરાની રાહ જોય છે. થોડી વારમાં જ સ્વરા આવે છે. રાઘવની કારમાં સ્વરા આગળ અને શામોલી પાછળની સીટમાં બેસે છે.

         સમ્રાટ,શશાંક અને રોહિત ત્રણેય રાઘવની રાહ જોતા ઉભા હોય છે. સમ્રાટ કારનો ટેકો લઈ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. એટલામાં જ કાર આવે છે. કારમાંથી એક છોકરી ઉતરે છે. પાયલનો છમછમ અને ચુડીના ખનખન અવાજને લીધે સમ્રાટનું ધ્યાન એ તરફ જાય છે. સમ્રાટ એ સુંદર છોકરીને જોતો જ રહે છે.

શશાંક:- wow! પણ આને કશે મેં જોઈ છે.

રોહિત:- અબે યાર શામોલી છે. ઓળખાતી નથી કે શું? દૂરના ચશ્મા કઢાવી લેજે.

શશાંક:- સમ્રાટ જોને યાર! શામોલી શું લાગે છે યાર!

      સમ્રાટનો કોઈ રિપ્લાય ન આવ્યો એટલે બંનેએ સમ્રાટ બાજુ જોયું. સમ્રાટ તો શામોલીની સુંદરતામાં એવો ખોવાયો કે રોહિત અને શશાંક શું બોલે છે તેનો પણ ખ્યાલ ન રહ્યો.
બંને સેમને જોઈ જ રહ્યા. બંનેએ સેમની સામે આવીને
"ઓ ભાઈ ક્યાં ખોવાઈ ગયા" એમ કહી હાથ હલાવ્યા પણ સમ્રાટ તો શામોલીને જોવામાં જ હતો.  શશાંકે સેમને પકડીને હલાવ્યો ત્યારે સેમને જાણે કે તંદ્રામાંથી ઉઠ્યો હોય એવું લાગ્યું.

Ai ajuns la finalul capitolelor publicate.

⏰ Ultima actualizare: Aug 19, 2020 ⏰

Adaugă această povestire la Biblioteca ta pentru a primi notificări despre capitolele noi!

પ્યાર Impossible - ભાગ ૬Unde poveștirile trăiesc. Descoperă acum