ઓફિસ ના કામ અંગે પુના જઈ રહ્યો હતો.
ડેકકન કવીન માં પગ દેતાં જ એક અજાણ નારી જોડે અથડાઈ ગયો.
" સોરી! "
શબ્દ મુખેથી સરી પડ્યો.
પણ તે તો અટ્ટહાસ્ય કરી કંપાર્ટમેન્ટ ની ભીતર ચાલી ગઈ.
આ નાનકડા અકસ્માતે મારું ચિત્ત ચોરી લીધું.
નમણી કાયા, ગેહુવર્ણ મારી આંખો માં વસી ગયો. નેતર ની સોટીથી જરાક જાડી કહી શકાય તેવી બહેન મલપતી ચાલે હાથમા થેલી ઝુલાવતી પોર્ટરે કરી આપેલી જગ્યા માં ગોઠવાઈ ગઈ.
તેણે પૈસાની માંગણી કરી. ગાડી ઘણી જ ખાલી હતી.
છતાં તેણે પોતાની પાઘડી ખાલી જગ્યા પર મૂકી સીટ બુક કરી લીધી હતી.આઠ આના રૂપિયાની ખટપટ થઈ.
આખરે આઠ આનામાં પોર્ટર માની ગયો.
યુવતી પાસે પાસે છુટા પૈસા નહોતા.
બાજુના યુવકે પોતાના ખિસ્સામાંથી આઠ આના નો સિક્કો કાઢી પોર્ટરના હાથમા થમાવી દીધો.
" યહ લિજીયે. આઠ આના વાપસ કીજીયે. " કહી યુવતીએ રૂપિયાની નોટ તેના ભણી લંબાવી દીધી.
" રહને દો. ઉસ કી જરૂરત નહીં. " યુવકે વિવેક જતાવતા કહ્યું.
મારી નિરીક્ષક આંખો કેમેરા ની માફક તેના સમગ્ર બદન પર પરિભ્રમણ કરી રહી હતી.
યુવાનની અડોઅડ બેઠેલ નારીનો વિરોધી પોઝ નિહાળી અચરજ થયું.
કોઈનું ઋણ માથે ન ચઢાવવાની રઢ મારા લેખક હૈયા ને સ્પર્શી ગઈ.
સિગારેટ ના ધુમાડામા પ્રાંતિજ નો યુવાન લેખક પરાજિત પટેલ યાદ આવી ગયો.
' નારી તને ન ઓળખી ' શિર્ષક હેઠળ નારીના વિધવિધ સ્વરૂપો તે આકૃત કરતો હતો.
તેને ઓળખવાનું કોઈ જ બેરોમીટર શોધાયું નથી.
ગાડી ઉપાડવાને થોડી ક્ષણો બાકી હતી. ત્યાં જ છેલ્લી ઘડીએ એક કંગાળ મુફલિસ દેખાતો શખ્સ તે નારીને મળવા આવ્યો હતો.
YOU ARE READING
તૃપ્તિ દેસાઈ - રંજન કુમાર /રમેશ દેસાઈ
Fanfictionપ્રેમી ને છોડી ભૌતિક સુખ પાછળ દોટ મુક્તી યુવતી ની દર્દ નાક દાસ્તાન