' શયદા પાછી આવી! '
વર્લી ઝુપડપટ્ટી માં હૉર્નના પી પી અવાજ સાથે એક ટેક્સી આવી ને થંભી ગઈ.
આસપાસના ટાબરિયાં - ભૂલકાઓ " શોએબ ચાચા આ ગયે".. કહેતા ચિલ્લાઈ ઊઠ્યા.
શોએબ ટેક્સી માં થી નીચે ઉતર્યો.
આજે તેના ચહેરા પર ગજબની તાજગી વર્તાઈ રહી હતી!
બે વર્ષ સતત આંસુ વહાવી રહેલી આંખો માં પ્રસન્નતાની લહેર નિહાળી હર કોઈ ચકિત રહી ગયું. વિધવિધ પ્રકારના વિચારો તેમના કલ્પના શીલ માનસમાં ઉછળી રહ્યાં હતા.
હજારો આંખોએ એક નવલું દ્રશ્ય નિહાળ્યું.
શોએબે ટેકસીનું પાછલું બારણું ઉઘાડ્યું.
એક નવયુવતી તેમાંથી બહાર આવી.
લોકોની જિજ્ઞાસા વધી ગઈ.
કોણ છે?
કલ્પના રંગે ચઢી,
એકલવાઈ જિંદગીમાં તેણે કોઈ જીવન સાથી ગોતી લીધી કે શું?
કોઈ રિશ્તેદાર છે?
તેની ટેકસીની આસપાસ લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. શોએબ ની છાપ તેના વિસ્તાર માં લાગણી પ્રધાન વ્યકિત ની હતી. હર કોઈ તેને સન્માનતું હતું. તેને ચાહતું હતું.
એટલામાં ત્યાં ભીડને ચિરતી એક 60 વર્ષની વૃદ્ધા લાકડીને સહારે આગળ આવી. શોએબ ની તેના પર નજર માંડી. તેણે નીચા નમી વૃદ્ધા નો ચરણ સ્પર્શ કરી તેના આશીર્વાદ અર્જિત કર્યા :
" ખુશ રહો બચ્ચા. ખ઼ુદા તુમ્હારા ભલા કરે! "
શોએબ પ્રથમ તો મૂંઝાઇ ગયો.
સ્વસ્થ થઈ તેણે જાહેરાત કરી :
" અમ્મા! મેરી શયદા લૌટ આઈ! "
બુઢી ઔરત સલમા તે સાંભળી પ્રસન્ન થઈ ગઈ.
શયદા પાછી આવી ગઈ છે. તે જાણી સલમા ગદગદિત થઈ ગઈ.
VOCÊ ESTÁ LENDO
તૃપ્તિ દેસાઈ - રંજન કુમાર /રમેશ દેસાઈ
Fanficપ્રેમી ને છોડી ભૌતિક સુખ પાછળ દોટ મુક્તી યુવતી ની દર્દ નાક દાસ્તાન