મારી ધરપકડના સમાચારે સમગ્ર વેપારી આલમમાં
ખળભળાટ મચાવી દીધો. ઉહાપોહ છવાઈ ગયો. ખોટી રીતે વીમા કંપની પાસેથી પૈસા ઓકાવી લેવાના તરક્ટ, છલકપટ, ચક્રવ્યૂહ માં હું આબાદ રીતે ફસાઈ ગયો હતો.કોર્ટમાં મારી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
એકની એક દીકરી રીમા અને તેના પતિ એ મારી વિરુદ્ધ જુબાની આપી હતી. અને મારા સારા શસ્ત્રો બુઠ્ઠા થઈ ગયા હતા.
દીકરીની નફરત તેમ જ અવહેલના હું ઝીરવી શકવા અસમર્થ નીવડ્યો હતો.
મેં કોઈ પણ જાતની દલીલ વિના, પ્રતિકાર ની લાગણી ને રૂંધી બધા જ ગુના કબૂલી લીધા હતા.
કિંતુ મારી વિરુદ્ધ અનેક કેસો પોલીસ દફ્તરે નોંધાયા હતા. જેને મેં પૈસા ના જોરે દબાવી દીધા હતા.
આ ફાઈલો પુનઃ ખોલવામાં આવી હતી.
દાણચોરી, કરચોરી, ભેળસેળ, છળકપટ જેવા સઘળા દુષકૃત્ય હું કરી ચુક્યો હતો.
મેં મારા સઘળા અપરાધો કબૂલી લીધા હતા. આથી ન્યાય મૂર્તિ એ રહેમ દાખવી મારી સજામાં ઘટાડો કર્યો હતો.
તે વખતે કોર્ટમાં રીમા અને રોહન મોજુદ હતા. મને કેદની સજા થઈ હતી. તે બદલ તેમણે કોઈ અફસોસ વ્યક્ત કર્યો નહોતો.
મને તરત જ જેલની કોટડી માં પૂરી દેવાનો ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો.
તે છતાં તેઓ મને મળ્યા વગર જ રવાના થઈ ગયા હતા.
બે હવાલદારો ની વચ્ચે જેલની કોટડી ભણી ડગ ભરતા હું માનસિક રીતે તદ્દન ખલાસ ફનાફતિયા જેવો બની ગયો હતો.
સમયનું ચક્ર પલટાયું હતું. મારી ધરપકડે મને માનવા પ્રેર્યો હતો
હાથના કર્યા હૈયે વાગી રહ્યા હતા.
' સૂકા ઝાડ ની છાયા ' સમી જિંદગીની સ્મૃતિ તેની પ્રત્યેની ચાહના નામશેષ બનાવી રહી હતી. મોતના ખોળે માથું ચિર નિંદરમાં સૂઈ જવાનું મન થાય છે.
ESTÁS LEYENDO
તૃપ્તિ દેસાઈ - રંજન કુમાર /રમેશ દેસાઈ
Fanficપ્રેમી ને છોડી ભૌતિક સુખ પાછળ દોટ મુક્તી યુવતી ની દર્દ નાક દાસ્તાન