મીનૂ માસ્ટર

5 0 0
                                    

                            1. મીનૂ માસ્ટર

" હલ્લો કોણ પાપા? "

" કિશોર ચંદ્ર બોલો શું વાત છે? "

" પાપા! વાત ઘણી જ ગંભીર છે. '

" શું વાત છે? તમારા સ્વરમાં ભીનાશ કેમ વર્તાય છે? "

" પાપા! વાત જ કાંઈ એવી છે. "

" શું થયું છે? " રવિ કાંતના સ્વરમાં ચિંતા નો રણકો સંભળાય છે...

" પાપા! તમારી મીનુ.. "

" શું થયું મારી મીનુ ને? "

" પાપા! તે આપણને બધાને છોડી ને જતી રહી છે. "

" ક્યાં જઈ રહી છે? કેમ જઈ રહી છે? શું કોઈ ઝઘડો કે તકરાર થઈ હતી? "

" ના પાપા. ઝઘડો અને તે પણ મીનુ સાથે? "

" તો પછી તે કેમ જઈ રહી છે? "

" પપ્પા! તમને કેમ કહું? મારી જીભ પણ નથી ઉપડતી. "

" કિશોર ચંદ્ર! મેં જિંદગીમાં બહું તડકા છાંયડા નિહાળ્યા છે. મુસીબત અને આફતના પહાડ મારી હિંમત તેમ જ ધૈર્ય ની બે મુઠ્ઠી તલવાર થી વાઢી નાખ્યા છે. માટે કોઈ પણ જાતના ખચકાટ કે સંકોચ વિના તમારી વાત સાફ કહી નાખો. "

" પાપા! તમારી મીનુ માસ્ટર ભગવાન પાસે જઈ રહી છે. "

" ઓહ નો! "

" હા પાપા! સચ્ચાઈ તો સ્વીકારવી જ રહી. "

" પણ એકાએક શું થઈ ગયું? હજી બે દિવસ પહેલા તો મેં તેને હસતી રમતી વિદાય કરી છે. "

" પાપા! ભગવાનની મરજી આગળ કોઈનું શું ચાલે? "

" પણ તેને શું તકલીફ છે? "

" પાપા! તેના પેટમાં ટ્યુમર છે. " કહેતા કિશોર ચંદ્ર નો અવાજ તરડાઈ જાય છે.

" ઓહ ભગવાન! "

" તે કોઈ હોસ્પિટલ માં છે? "

" તાતા મેમોરિયલમાં!! ""

" ઠીક છે. અમે હમણાં જ નીકળી રહ્યા છીએ. "

તૃપ્તિ દેસાઈ - રંજન કુમાર /રમેશ દેસાઈ Donde viven las historias. Descúbrelo ahora