છુ હું # ગઝલ

142 9 10
                                    

નિષ્ફળતા નો પાયો છું હું,
મૃગજળનો પડછાયો છું હું.

વૃક્ષ સમી કરશો ના દોસ્તી,
લીલોછમ બટકાયો છું હું..

સરકસ ના જોકર ની માફક,
વ્યથા માં અટવાયો છું હું....

દુઃખ તણા વાદળ ઘેરાતાં..
વીજ બની પટકાયો છું હું.

સાથ હતા ચેહરા એ છૂટ્યા,
દર્પણ સમ તરડાયો છું હું..

મૃગજળWhere stories live. Discover now