# આ રોજનું..@ગઝલ #

19 2 0
                                    

શ્વાસોના શહેર વચ્ચે,ભીંસાવું આ રોજનું,
રોજનું જીવવું અને પછી,મરવું આ રોજનુ...

અટકળો ના શાહમૃગ, ખૂંપી ગ્યાં રણમાં.,
ધુમ્મસ થૈને, મૃગજળ શોધવું આ રોજનું..

સંબંધોનો દરિયો, તરી ગયો હું સિફતથી,
કિનારે આવીને પછી, ડૂબવું આ રોજનું..

બધા આરસ પહાણને, તાઝ મળે નહીં ,
ઘણી મુમતાઝોનું રેહસાવું આ રોજનું..

બિલાડીના ટોપ ઉપર, ફાંસી દઈ દો મને,
નકામું ઝાંકળ સમું, જીવવું આ રોજનું...

ભરત થાનકી
જૂનાગઢ
તા. 3/3/2017

મૃગજળDonde viven las historias. Descúbrelo ahora