* નથી # ગઝલ *

67 7 1
                                    

માછલીની આંખમાં, તરતો નથી,
હું પંખીની પાંખમાં, ઉડતો નથી..

વેદનાઓ વિસ્તરતી, તડકા સમી ,
સુરજ કાંઈ ગમનો, ભડકો નથી.

લીલ આ કેલેન્ડર માંથી ખેરવી,
પાનખરમાં હું હવે ભળતો નથી.

નામ વાંચી મુજને ,વાગોળતા,
લોકનો એક જ્યા,પડઘો નથી.

શ્વાસને તો હું ,સતત પંપાળતો,
નેછતાં હું શ્વાસમા,વસતો નથી.

રિહર્સલ કરે ભલને, ડાઘુ બધા,
મોતથી"ચાતક"કદી ડરતો નથી.

મૃગજળDonde viven las historias. Descúbrelo ahora