# મોનો - ઇમેજ - કાવ્ય # મૃગજળ #

22 2 0
                                    

(1)
હસ્તરેખાના..
શુષ્ક,
સુક્કા..
અને
બરછટ..
રણમાં,
મુઠ્ઠી ની
સેહ શરમ વગર..
છટકી જતા હોય છે..
મૃગજળ!!!!

(2)
ભ્રમણા
એટલે
લક્ષ્મણરેખા...
અને
રાવણનો
વેશપલટો..
એટલે જાણે
મૃગજળ....

(3)
રાત્રી નું
સ્વપ્ન
એટલે...
જાણે દિવસ નો
તડકો...
દિવાસ્વપ્ન
એટલે
મૃગજળ..

(૪)
તડકો
જાણે
પિતા છે
આપણી
ભ્રમણા
જાણે માતા...
એ બંને નું
સંતાન
એટલે
મૃગજળ!!!!

(૫)
દરિયામાં
પડેલા
ખનીજના
સંશોધન માટે
રેતી ને
લેબોરેટરી માં
ચેક કરાવતા
નિકળ્યું
મૃગજળ!!!!

ભરત થાનકી
જૂનાગઢ
તા.3/3/2017

મૃગજળМесто, где живут истории. Откройте их для себя