*પણ# ગઝલ*

57 6 0
                                    

આશ બંધ મુઠીમાં, સચવાય પણ,
શક્યતાનું માપદંડ,બદલાય પણ.

શ્વાસ તો છે,ઝંખના ના દસ્તાવેજ,
ફુલ તુટયું બારમાસી ,સુકાય પણ.

શક્યતા વચ્ચે, વસે અફવા છતાં,
શૂન્યતા ફાગણ બની, ફૂંકાય પણ.

પ્રસંગો એકાંત ઉજવે ,આવાજના,
બરસાખે તોરણો જ્યાં,શંકાય પણ.

આગમન ની પ્રતીક્ષા ,ફળિયું કરે,
કાગનું ગળું શક્ય છે, રૂધાંય પણ.

મૃગજળحيث تعيش القصص. اكتشف الآن