#મુક્તક #

26 3 2
                                    

                      (૧)  " હતા.."
     એષણા ના ટોડલે, ગુલાબના રંગો હતા,
     વિચારોમાં તો શેખચલ્લીના તરંગો હતા,
     સંબંધને પેરેલાઇસીસ ના થયો હોત તો.,
     તને પામવાના, મને ઘણાય ઉમંગો હતા.

                      (૨) "  રોજ છે.."
      તુજ વિના અહીં તારી યાદોની ફોજ છે,
      નથી ફરિયાદ, પેનના સહારાથી મોજ છે.
      અતીતની આંધીમાં, ફસાઈને જુદા પડ્યા,
      રણમાં તો મૃગજાળની તરસ આ રોજ છે.

                     (૩) " આંખમાં.."
          પડી સૂકી નદીઓ હવે આંખમાં,
          વર્ષા વગર પણ, પૂર છે આંખમાં,
          કિનારે બેસી ને, હવે શું જુવો છો ?
          ડૂબકી મારી, માપો પ્યાસ આંખમાં.

                     (૪) " ઈજારો "
           રહયો દૂર ભલે, મારાથી કિનારો ,
           મેં તો કર્યો, જ્યાં મઝધારે ઉતારો,
           છોને દૂર રહી મંઝિલ મારાથી હવે,
           લીધો જ્યાં,ઠોકરો ખાવાનો ઈજારો.

                       (૫) "જનકાર "
            ઝળહળતી રોશનીનો,અંધકાર છું,
            વિધવા સ્ત્રીઓ નો હું, અલંકાર છું,
            મહેફિલે દર્દીલા સુરોના વહાવો તમે,
            તૂટેલી વીણાના તારનો, જનકાર છું.

                           ભરત થાનકી
                              જૂનાગઢ
                          તા.૩૧/૧/૨૦૧૭

મૃગજળDonde viven las historias. Descúbrelo ahora